Corona Update: રસી આવતા પહેલાં જ હાંફી જશે કોરોના? મળી રહ્યા છે સારા સંકેત
લાગે છે કે કોરોના (Corona Virus) ની રસી આવતા પહેલા જ દેશમાં કોરોનાને પછડાટ મળી ચૂકી હશે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,342 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 71,75,881 થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: લાગે છે કે કોરોના (Corona Virus) ની રસી આવતા પહેલા જ દેશમાં કોરોનાને પછડાટ મળી ચૂકી હશે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,342 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 71,75,881 થઈ ગયા છે. જેમાંથી હજુ પણ 8,38,729 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 62,27,296 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 706 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોવિડ-19થી કુલ મૃત્યુનો આંકડો 1,09,856 થયો છે.
India reports a spike of 55,342 new #COVID19 cases & 706 deaths in the last 24 hours.
Total case tally stands at 71,75,881 including 8,38,729 active cases, 62,27,296 cured/discharged/migrated cases & 1,09,856 deaths: Union Health Ministry pic.twitter.com/XRVq730KDG
— ANI (@ANI) October 13, 2020
છેલ્લા 5 અઠવાડિયાથી કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 5 અઠવાડિયાથી કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે સારા સંકેત છે. 9 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન કોરોનાના નવા કેસમાં 92830નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે તેના પછીના અઠવાડિયા 16 થી 22 સપ્ટેમ્બરમાં 90,346 નવાકેસનો ઘટાડો જોવા મળ્યો. એ પછીના સપ્તાહમાં એટલે કે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન 83,232, 30થી 6 ઓક્ટોબરમાં 77,113, અને 7 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન નવા કેસમાં 72,576 નો ઘટાડો નોંધાયો હતો.
India is showing a trend of declining average daily cases over the past 5 weeks. After a month, on 9th Oct, active cases fell below the 9 lakhs mark and have steadily followed a downward slope: Health Ministry pic.twitter.com/PNaQjXmQma
— ANI (@ANI) October 13, 2020
કુલ 8,89,45,107 સેમ્પલ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 8,89,45,107 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 12મી ઓક્ટોબરના રોજ 10,73,014 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે